વાંકાનેર વિસ્તારમાં રહેતી એક એક સગીર વયની દિકરીનું વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામ ખાતે રહેતા આરોપીએ અપહરણ કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં સગીરાના પિતાની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની દિકરીનું વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામ ખાતે રહેતા આરોપી દિપક શામજી રંગપરા નામનો ઇસમ ગત તા. 28/09ના રાત્રિના અઢી વાગ્યાની આસપાસ અપહરણ કરી ગયો હોય જેથી બનાવ અનુસંધાને સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણની કલમ 363, 366 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf