વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કેલેરીસ કંપની દ્વારા શહેરના દર્દીઓની સેવા માટે એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી જેનો આજે સવારે હોસ્પિટલ ખાતે લોકાપર્ણ સમારોહ યોજાયો હતો જેમાં વાંકાનેર ભાજપ કાર્યકર્તા તથા આગેવાનો દ્વારા એમ્બ્યુલન્સના દાતા કંપનીનું સન્માન કરવામાં આવ્યું હતું…
આ લોકાર્પણ કાર્યક્રમમાં એમ્બ્યુલન્સ અર્પણ કરનાર કેલેરીસ કંપનીના પ્રતિનિધિ તરીકે મેનેજર રણજીત રાય અને આસિસ્ટન્ટ મેનેજર મોહિતભાઈ ફીચડીયા હાજર રહ્યા હતા જેનું વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા અને શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવીએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને વાંકાનેર તાલુકા અને શહેર ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પ વર્ષા કરી એમ્બ્યુલસ તેમજ દાતાને વધાવ્યા હતા…
આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શ્રી શિરેસયા સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ ધમભા ઝાલા, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. ડો. પરમાર સાહેબે ફ્લેગ આપી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું….
કંપનીની આ માનવ સેવા ભાવનાને વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ શુભેચ્છા સંદેશ પાઠવીને વધાવી અને આરોગ્ય સેવા સમિતિના સભ્ય ઋષિરાજ સિંહ ઝાલાને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર શહેર-તાલુકાના ભાજપ સંગઠનના સભ્યો અને સર્વે કાર્યકર્તાઓએ હાજરી આપીને સેવાને બિરદાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf