હાલ સમગ્ર દેશમાં કોરોના કહેર બેકાબૂ બની ગયો છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર વિસ્તારમાં પણ છેલ્લા થોડા દિવસોમાં અસંખ્ય કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. હાલ બીજા તબક્કામાં કોરોના સ્ટેનનો ફેલાવો ઝડપથી અને જોખમી હોવાના કારણે દર્દીઓને તાત્કાલિક સારવાર ન મળવાથી ત્રણ-ચાર દિવસમાં જ દર્દીનું મોત થયા છે.
હાલમાં વાંકાનેર વિસ્તારમાં કોરોના કેસોની વ્યાપકતાના પરીણામે હોસ્પિટલોમાં જગ્યાઓ નથી, પરિણામે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી તેમજ કોરોનાની સારવાર માટે સરકારી/ખાનગી હોસ્પિટલોમાં ઇન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડરનો પુરતો જથ્થો ન હોવાથી દર્દીઓના મોત થઇ રહ્યા છે.
આવી કઠીન અને વિકટ પરિસ્થિતિમાં તાત્કાલિક વાંકાનેર વિસ્તારની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો પુરો પાડવા વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ મોરબી કલેકટરને રજૂઆત કરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr