વાંકાનેર વિધાનસભાની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મતદારો હોંશેહોંશે ભાગ લઇ રહ્યા છે. વાંકાનેર વિસ્તારના તમામ મતદાન બુથો ઉપર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો અને ધીમેધીમે મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવવા મતદાન બુથો ઉપર કતારો લગાવી રહ્યા છે…
વાંકાનેર વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના મહંમદજાવેદ પીરઝાદાએ આજે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવી મતદાન કર્યું હતું. આ સાથે જ તેમણે વાંકાનેરના નાગરિકોને પણ પોતાની ફરજ નિભાવતા મતદાન કરવાની અપીલ કરી હતી…
વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4