જૈન સમાજ દ્વારા દેરાસરની 218મી વર્ષગાંઠ નિમિત્તે ધજા ચઢાવવામાં આવી…

વાંકાનેર શહેરના ખાતે આવેલ 217 વર્ષ જુના જૈન દેરાસરમાં બિરાજતા તિર્થકરો અજીતનાથ ભગવાન, ચંદ્રપ્રભુ ભગવાન અને સુમતિનાથ ભગવાનના દેરાસરની 218મી વર્ષગાંઠની વાંકાનેર જૈન સમાજ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેરાસર પર ધર્મ ધજા ચડાવવાનો લાભ સુશ્રાવક લલિતકુમાર બાવચંદ દોશી પરિવારે લીધો હતો….

આપણા દેશના કોઇ પણ સંપ્રદાયના મંદિરો પવિત્રતાના પ્રેરક, પ્રસન્નતાના ધ્યોતક, દિવ્યતા અને રમણીયતાના ઉદ્દગાતા છે અને આપણો મંગલમયી યાત્રાનો પથ પ્રદર્શિત કરે છે. જેથી વાંકાનેર જૈન દેરાસરની 218મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં 400 થી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ તથા વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગરના મહેમાનોની ભક્તિનો લાભ લીધો હતો…

આ કાર્યક્રમમાં વિસાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી લલિતભાઇ મહેતા, સેક્રેટરી શ્રી ઇન્દ્રજીતભાઇ મહેતા, સંધ પ્રમુખ શ્રી પ્રવિણભાઇ દોશી તથા મહિલા મંડળના નિલાબહેન દોશી, જયશ્રીબેન દોશી તથા શ્રી બાવચંદ તારાચંદ દોશી સહિતના ખાસ હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!