વાંકાનેર વિસ્તારમાં આકસ્માત ઝોન ગણાતા નેશનલ હાઈવે ચોકડી ખાતે ગત તા. ૧૭/૧૧ ના રોજ બપોરના સમયે એક રાહદારીને ટ્રક ચાલકે હડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૭ના રોજ વાંકાનેર હાઈવે ચોકડી ખાતે બપોરના સમયે રોડ ક્રોસ કરતી વેળાએ રાજેશભાઈ કાનજીભાઈ સીતાપરા(ઉ.વ.૩૮, રહે. જીનપરા, વાંકાનેર) નામના રાહદારીને ચોટીલા તરફથી આવતા એક ટ્રક નં. MH 18 BH 3837ના ચાલકે હડફેટે લેતા રાજેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું….
આ આકસ્માતના બનાવમાં મૃતક યુવાનના ભાઈએ બેફીકરાઈથી ગફલતભરી રીતે ટ્રક ચલાવી આકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 279, 304A, તથા મોટર વ્હીકલ એક્ટ 177, 184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT