વાંકાનેર તાલુકાના ગુંદાખળા ગામ નજીક પ્રેમલગ્ન કરનાર યુવાન પર તેના સસરા અને સાળા સહિત ચાર શખ્સોએ કુવાડા વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનને અદેપર ગામના ચાર શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે રહેતા સંજયભાઇ વાલાભાઈ કિહલા (ઉ.વ. ૨૪) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ થોડા સમય અગાઉ એક આરોપીની દિકરીને ભગાડી પ્રેમલગ્ન કર્યા હોય જેથી આ બાબતનો ખાર રાખી આરોપી સસરા-સાળા સહિતનાએ ગત તા.૨૦ ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ફરિયાદી જ્યારે વાંકાનેરના ગુંદાખડા અને સમઢીયાળા ગામ વચ્ચેના રસ્તેથી સાહેદ રમેશભાઇની સાથે ઇકો કારમાં જતો હતો ત્યારે તેના ઉપર અદેપર ગામ ધનજીભાઈ લાલજીભાઈ બાવરવા,
સંગ્રામ ધનજીભાઇ બાવરવા, વાહણભાઈ કરમશીભાઈ બાવરવા અને નવઘણ વાહણભાઈ બાવરવા નામના ચાર ઈસમોએ એકસંપ કરીને સંજયભાઇ તથા સાહેદ રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો. અને તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બંને ઉપર કુવાડાના ઉંન્ધા ઘા માર્યા હતા. તેમજ તેઓની ઇકો કારમાં પણ કૂવાના ઊંધા ઘા મારીને રમેશભાઈને ગાલના ભાગે અને સંજયભાઇને પણ ગાલ તથા જમણા હાથના ભાગે કુહાડીના ઉંધા ઘા મારવામાં આવ્યા હોય જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
બનાવ બાદ યુવાને ચાર આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT