આજે ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા નવ મામલતદારને બઢતી આપી નાયબ કલેકટર તરીકે નિમણૂક આપી છે. જે અન્વયે ઘણા સમયથી ખાલી વાંકાનેર પ્રાંત અધિકારી(ડેપ્યુટી કલેકટર)ની જગ્યા પર અમદાવાદ ખાતે મામલતદાર તરીકે ફરજ નિભાવતા એ. એચ. શેરસીયાને બઢતી આપી વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે નિમણૂક આપવમાં આવી છે…

અમદાવાદ કલેકટર કચેરી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા એ. એચ. શેરસીયાને મોરબી જિલ્લામાં લાંબા સમયથી ખાલી પડેલી વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યા પર નિમણુંક આપવામાં આવી છે, જેથી વાંકાનેર વિસ્તારના નાગરિકોની લાંબા સમયની માંગણી બાદ ડેપ્યુટી કલેકટર તરીકે વાંકાનેરની ખાલી પડેલી જગ્યા આખરે ભરવામાં આવી છે…

પ્રાંત અધિકારીની જગ્યા ભરાઇ, મામલતદાર તરીકે ખાલી જગ્યા ક્યારે ભરાશે…?

છેલ્લા ઘણા સમયથી વાંકાનેર મામલતદાર અને ડેપ્યુટી કલેકટર તરીકે જગ્યા ખાલી હોય, જેમાં આજે વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યા ભરવામાં આવી છે પરંતુ હજુ પઢ વાંકાનેર મામલતદારની જગ્યા ખાલી પડેલી હોય જેથી આ બાબતે પણ સરકાર તાત્કાલિક પગલાં ભરી વાંકાનેર મામલતદાર તરીકેની ખાલી જગ્યા પર નિમણૂક કરવામાં આવે તેવી વાંકાનેરના નાગરિકોમાં માંગ ઉઠી છે….

વાંકાનેર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!