આશ્ચર્યજનક બાબત તો એ છે કે દિવસ-રાત થતી આ ખનીજચોરી તાલુકા પંચાયત કચેરી સામે જ થઈ રહી છે છતાં જવાબદાર આગેવાનો કે અધિકારીઓ મોન કેમ ? : આ ખનીજચોરી પાછળ ટંકારા તાલુકાના ટોચના આગેવાનોની ભાગીદારી કે શું ?

ટંકારા શહેર નજીક આવેલ તાલુકાના જબલપુર ગામની સરકારી ખરાબાની જમીન કમાન્ડર વગરના લશ્કર જેવી લાગતા ખનીજ માફિયાઓની ડાઢ તેના પર ડખરી અને અહિં બે જેસીબી અને હિટાચી મશીનો દ્વારા સરકારી ખરાબાની જમીનમાંથી માટી મોરમ ખોદી અને ખનીજચોરી શરૂ કરી છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ સ્થળની બાજુમાં જ ટંકારા તાલુકા પંચાયત કચેરી આવેલ હોય જેમાં તાલુકા વિકાસ અધિકારી, જવાબદાર તાલુકા પંચાયત પ્રમુખ અને સમગ્ર બોડી દિવસ-રાત ચાલતી આ ખનીજચોરીનો નજારો પોતાની નજર સમક્ષ જોતા હોવા છતાં તેને નજરઅંદાજ કેમ કરી રહ્યા છે ???

બાબતે ખાનગી સુત્રોમાંથી જાણવા મળેલી વિગત મુજબ આ જબલપુર ગામનાં સરકારી ખરાબાની જમીન પર ચાલતી ખનીજ ચોરી તાલુકા કક્ષાના આગેવાનોની સહમતી અને જિલ્લા કક્ષાના ટોપ લેવલના રાજકીય આગેવાનોની મીઠી નજર હેઠળ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાબત સત્ય હોય તો શરમજનક ! સત્તાધારી પક્ષના કોઇ પણ હોદ્દા પર પદાધિકારીઓ ચુંટાય એટલે સરકારી સંપત્તિને પોતાના બાપની જાગીર સમજવામાં આવે છે કે શું ?

થોડા સમય પહેલા ટંકારા તાલુકાના જબલપુર ગામના સર્વે નંબર 119 ની ખરાબાની જમીન પર નવું ગામ તળ બનાવવાની તજવીજ હાથ ધરાઇ પરંતુ આ ખનીજચોરોની બાજ નજરમાં આ સર્વે નંબરની ખનીજનો જથ્થો આવી જતાં એનકેન પ્રકારે અહીં નવું ગામતળ બનાવવાની યોજના ખોરંભે ચડાવી અહિ ખનીજચોરી નું મોટું ષડયંત્ર શરૂ કરવામાં આવ્યું છે જે બાબત ગામના નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે…

બાબતે જબલપુર ગામનાં એક જાગૃત નાગરિકે અહિં ચાલતી ખનીજ ચોરી બાબતે જવાબદાર ખાણ ખનીજ વિભાગને તેમજ લગત તંત્રને ટેલિફોનિક જાણ કરી હોવા છતાં અહીં કોઈ અધિકારી ફરકતા સુદ્ધાં પણ નથી, જેથી બાબતે ખનીજચોરો અને સરકારી તંત્ર વચ્ચે ખાનગી રાહે મીલીભગત સ્પષ્ટ થાય છે.

અહિ સરકારી સંપત્તિ ખનીજ લુંટવામાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી દરરોજ લાખો-કરોડોની સરકારીને મળવાપાત્ર રોયલ્ટીનો ચુનો લાગી રહ્યો છે. આ જમીન પર ન તો કોઈ લીઝ મંજુર થયેલ છે કે ન કોઈ રોયલ્ટીની રકમ સરકારની તિજોરીમાં જમા કરવા છતાં ખુલ્લેઆમ દિવસ-રાત અહિં ખનીજચોરી કરવામાં આવી રહી છે. બાબતે મીલીભગતથી ચાલતા આ ષડયંત્ર સામે જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ન આવે તો આ ગામના જાગૃત નાગરિકો દ્વારા ઉપવાસ&આંદોલન-ચક્કાજામ જેવા કાર્યક્રમો યોજવાની ફરજ પડશે….

સમગ્ર મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

 

error: Content is protected !!