વાંકાનેર બસ સ્ટેન્ડની અંદર પાર્ક કરેલા બાઈકને કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી છનન થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં આ બનાવની પોલીસ ફરિયાદ થતાં વાંકાનેર પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અજયભાઇ ત્રિભુવનભાઇ વોરા (ઉ.વ. 25, રહે.રાતીદેવરી)એ વાંકાનેર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૨૨/૦૨/૨૦૨૧ રોજ સવારના સમયે વાંકાનેર એસ.ટી બસ સ્ટેન્ડની અંદર ખુલ્લી પાર્કીગની જગ્યામા તેમણે પોતાના મોટર સાયકલ હીરો હોન્ડા કંપની સ્પ્લેન્ડર નં. GJ 03 EF 3433 પાર્ક કરેલ હોય,

જે બાઈકને કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરીને છનન થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર શહેર પોલીસે અજાણ્યા શખ્સ સામે વાહન ચોરીની ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!