મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી પસાર થતા એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી પાઉડરની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ. 4.58 લાખ ની કિંમતનો વિદેશી દારૂ સહિત કુલ રૂ. 14.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ.સી.બી. પીઆઇ વી.બી.જાડેજા તથા પી.એસ.આઇ. એન. બી. ડાભી સહિતનો સ્ટાફ દારૂ જુગારની બદી નાબૂદ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો કોન્સ. વિક્રમભાઇ કુગસીયાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી ટાટા ટ્રક રજી. ન. R-19-GR-2045 વાળી રાજકોટ તરફ જનાર છે. જે ટ્રકમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ હકીકતને આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન બાતમી મુજબનો ટ્રક પસાર થતા જેને રોકી ચેક કરતા ટ્રકમાં સફેદ પાવર ભરેલી થેલીઓની આડમાં જુદી જુદી બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂની બોટલો તથા પાઉચનો જથ્થો મળી આવેલ હતો. જેમાં બ્લેન્ડર પ્રાઇડ આલ્ટ્રા-પિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-60 કી. રૂ. 51000, ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલી નંગ-60 કી. રૂ. 36000, મેકડોવેલ 01 સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-113 કી. રૂ.42375, બ્લેન્ડર સ્પ્રાઇડ વ્હીસ્કીની 180 મી.લીની બોટલો નંગ-232 કી. રૂ.46400, રોયસ કલાસીક વ્હીસ્કીના 180 મી.લી.ની બોટલો નંગ-2932 કી. રૂ.2,83,200 તેમજ ટાટા LPT 2518 ટ્રક રજી. ન. RJ-19-GB-2045 જેની કી. રૂ. 10,00000, મોબાઇલ ફોન નંગ-02 કી. રૂ. 10,000 મળી કુલ રૂ. 14,18,975 મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો…
મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા આ રેઇડ દરમિયાન રંગારામ સતારામ લેંગાજાટ (રહે.ખારાપાર તા.ગીડા જી. બાડમેર, થાણુ ગૌડા, રાજસ્થાન) અને ઇન્દર ઓમારામ સગા (રહે. રોહીછાખુર્દ, થાણું પોસ્ટ તા.લોની જોધપુર (રાજસ્થાન))ને ઝડપી લીધા હતા. જ્યારે માલ મોકલનાર ઇન્દર જાટ (રહે, જોધપુર રાજસ્થાન) અને માલ મંગાવનાર વ્યકિતને ફરાર દર્શાવી તેમને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે…
મોરબી એલ.સી.બી. ટીમની આ કામગીરીમાં પી.આઇ. વી. બી. જાડેજા, પી.એસ.આઇ. એન. બી. ડાભી, પો.હેડ કોન્સ.દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમમાઇ મૃગીયા, ભરતભાઇ મીયાત્રા, હરેશભાઇ સરવૈયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN