વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક નજીક બનેલ આ બનાવમાં ચાર શખ્સો દ્વારા તેમની બહેન સાથે એક યુવકને પ્રેમસબંધ હોવાની શંકા કરી યુવકને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવકે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિજયભાઇ પ્રતાપભાઇ ભુસડીયા (ઉ.વ.21, ધંધો- મજુરી, રહે- નવા ઢુવા ગામે મુન્નાભાઇ ડાભીના મકાનમાં ભાડેથી, તા. વાંકાનેર) એ આરોપીઓ કીશન દંતેસરીયા (રહે. જામસર, તા. વાંકાનેર), લાલો બાંભવા (રહે. માટેલ, તા. વાંકાનેર) તથા અન્ય બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે,
ગત તા.14 ના રોજ સાંજના આશરે સવા સાત વાગ્યાના અરસામાં જામસર ચોકડીથી જામસર ગામ તરફ જતા જુની સ્કુલની પાછળ, વાંકાનેર, પાસે બનેલા આ બનાવમાં ફરીયાદી તથા આરોપીના બહેન અગાઉ કારખાનામાં સાથે કામ કરતા હોય જેથી ફરીયાદીને પોતાની બહેન સાથે પ્રેમસંબંધ હોવા બાબતેની શંકા કરી આરોપીએ ફરીયાદીને મોટરસાયકલના લીવર વાયર વડે
તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે શરીરે પીઠ તથા હાથ-પગના ભાગે માર મારી મુંઢ ઇજાઓ કરી તથા ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f