પૈસા આપી દેજે નહિતર ગામામાં રહેવા નઇ દવ…: વ્યાજખોરના ત્રાસથી વેપારી ત્રસ્ત, આખરે પોલીસ ફરિયાદ નોંધાવી….

વાંકાનેર શહેરમાં કટલેરીનો ધંધો કરતા એક વેપારીએ કોરોના મહામારીના સમયમાં એક વ્યાજખોર પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હોય જે બાદ તેની ચુકવણી રૂપે રૂ. 16.20 લાખ ચુકવી દેવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી વેપારીને હેરાન કરતો હોવાથી બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ બાગે સંજર સોસાયટીમાં રહેતાં અને કટલેરીનો વેપાર કરતા અશફાક ઉર્ફે બબુ આરીફભાઈ દોશાણીના પિતાએ કોરોના મહામારીના સમયે તેમનો ધંધો બંધ થઇ જતાં પુનઃ વેપાર શરૂ કરવા માટે વાંકાનેર SBI બેંક સામે, ઓઝા શેરીમાં રહેતા જયેશભાઇ ઓઝા નામના વ્યાજખોર પાસેથી રૂ‌. 5 લાખ દરરોજના ત્રણ હજાર રૂપિયા લેખે વ્યાજે લીધા હતા….

જે બાદ વેપારી યુવાને અત્યારે સુધીમાં કુલ રૂ. 16.20 લાખ ચૂકવી દેવા છતાં વ્યાજખોર જયેશ ઓઝા દ્વારા વેપારી પાસે નોટરી લખાણ અને કોરા ચેક મેળવી લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી ચાલું રાખી, ‘ જો મને તું રૂપિયા નહિ આપે, તો તને ગામના રહેવા નહીં દવ ‘ તેવી ધમકી આપતા અંતે કંટાળીને વેપારીએ આરોપી વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 384, 506(1) અને ગુજરાત નાણાં ધીરધારની કલમ 5, 40, 42(a), 42(d) મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!