વોકલ ફોર લોકલ અભિયાનને આગળ ધપાવવાથી નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે…
દેશમાં સ્થાનિક ધંધાર્થીઓ અને નાના વેપારીઓને સહકાર આપવાના હેતુથી જ્યારે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને ચોમેરથી પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યારે ચાલો આપણે સૌ પણ આ પહેલમાં જોડાઈ અને આ તહેવારોની સિઝનમાં સ્થાનિક બજારોમાંથી જ નાના વેપારીઓ, લારી ધારકો અને ફેરીયાઓ પાસેથી વસ્તુ ખરીદી તેમના પરિશ્રમને અજવાળીએ. હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ તહેવારોની ખરીદી માટે આપણે સૌ સાથે મળી આપણી આજુબાજુ રોજીરોટી માટે મહેનત કરતા નાના વર્ગના લોકો અને સ્થાનિક વેપારીઓ પાસેથી જ વસ્તુ ખરીદવા આગ્રહ રાખવો જોઈએ…
પ્રકાશ પર્વ એવો દિવાળીનો તહેવાર ટૂંક સમયમાં જ આવી રહ્યો છે અને તહેવાર માટેની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે આ વખતે એક દ્રઢ નિશ્ચય કરીએ કે, કોઈપણ વસ્તુની ખરીદી વિદેશી સાઇટ્સ કે શોરૂમમાંથી કરવા કરતાં સ્થાનિક બજારો માંથી જ કરીશું. દિવાળીને પ્રકાશનો પર્વ કહેવામાં આવે છે ત્યારે દિવાળીમાં દીપકનું સવિશેષ મહત્વ રહેલું છે.
ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓ પાસેથી લીધેલો આ એક દીવડો બે ઘરમાં અજવાળું પાથરે છે. આપણે દીવડો લઈ અને ઘરે પ્રજ્વલિત કરીએ ત્યારે ઘરે તો એ અજવાળું કરે જ છે પરંતુ સાથે સાથે જે ગૃહ ઉદ્યોગ પાસેથી કે વેપારી પાસેથી દીવડા સહિતની ખરીદી કરી છે, તેમના ઘરે અને તેમની સાથે જોડાયેલા નાના એવા કારીગરોના ઘરે પણ પ્રકાશનું કિરણ પથરાય છે….
તો ચાલો આપણે સૌ મળી અને આજુબાજુના લોકો સાથે મળી તહેવારોની ઉજવણી કરીએ….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf