પુત્રના રસ્તે પિતા ? : નવઘણભાઈ હાલ માત્ર સદસ્ય પદ રદ ન થાય તે માટે જ કોંગ્રેસમાં, બાકી તો ભગવા રંગે રંગાયાનો કોંગ્રેસ અગ્રણીઓના ગંભીર આક્ષેપની ચોમેર લોક-ચર્ચા…: કોંગ્રેસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ….

મોરબી જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે, જેમાં સતત ચાર વખતથી કોંગ્રેસનાં બેનર હેઠળ જીલ્લા પંચાયતમાં ચૂંટાતા મહિકા જીલ્લા પંચાયત સીટના સદસ્ય નવઘણભાઈ મેઘાણી પણ પુત્રના રસ્તે ચાલી ભગવા રંગમાં રંગાયાની ચોમેરથી ચર્ચાઓ થઈ રહી છે. બાબતે આજે યોજાયેલ મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉપપ્રમુખ પદ માટે મહેશભાઈએ ઉમેદવારી નોંધાવ્યા બાદ તમામ દસ સદસ્યોને કોંગ્રેસ દ્વારા વ્હીપ બજાવી આજની ચુંટણીમાં ઉપસ્થિત રહી અને કોંગ્રેસના ઉમેદવાર તરફી મતદાન કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ નવઘણભાઈ મેઘાણી દ્વારા આ વ્હીપનો અનાદર કરી આજની ચુંટણી સૂચક રીતે ગેરહાજર રહેતા કોંગ્રેસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાશે તેવું કોંગ્રેસ અગ્રણીઓએ જણાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે…

બાબતે છેલ્લી ચાર ટર્મથી વાંકાનેરમાં કોંગ્રેસના બેનર હેઠળ ચુંટણી લડી અને જીલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાતા નવઘણભાઈ મેઘાણીના પુત્ર અશ્વિનભાઈ મેઘાણી વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી બળવો કરી ભગવા રંગે રંગાઈ ભાજપમાં ભળી ગયા હતા, પરંતુ પિતા નવઘણભાઈ મેઘાણી પોતે કોંગ્રેસમાં જ હોવાનું જણાવી રહ્યા છે, જે બધા વચ્ચે આજે યોજાયેલ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી કોંગ્રેસ તરફથી મહેશભાઈ પારજીયાને ઉમેદવાર બનાવી તમામ સદસ્યોને આજની ચુંટણીમાં ઉપસ્થિત રહી કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે વ્હીપ આપવામાં આવેલ, જેમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ તથા તેમના નેતાઓથી અળગા રહેતા નવઘણભાઈ મેઘાણી સતત સંપર્કથી દુર રહેતા ગતરાત્રીના આ વ્હીપની બજવણી માટે કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચિખલીયા, મહેશભાઈ પારજીયા તથા ભુપતભાઇ ગોધાણી તેમના ઘરે પહોંચતા તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને વ્હીપનો સ્વિકાર કર્યો નહોતો, જે બાદ આજે યોજાયેલ ચૂંટણીમાં તેઓ જીલ્લા પંચાયત ખાતે પહોંચી અને એકાએક મતદાન સમયે ગાયબ થઈ અને વ્હીપનો અનાદર કર્યો હતો…

બાબતે કોંગ્રેસ અગ્રણીઓએ શું કહ્યું….

જે બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભુપતભાઇ ગોધાણી તથા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કે. ડી પડસુંબીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા બાબતે તેમણે જણાવ્યું હતું કે, સતત કોંગ્રેસ અને તેમના અગ્રણીઓના સંપર્કથી દુર રહેતા નવઘણભાઈ આજે 11:30 સુધી જીલ્લા પંચાયત કચેરીના પરિસરમાં હોય પરંતુ મતદાન સમયે અચાનક તેઓ ગાયબ થઇ ગયા હતા. જેથી આજની ચુંટણીમાં કોંગ્રેસના વ્હીપનો અનાદર કરતા પક્ષ દ્વારા તેમને આ ગંભીર બેજવાબદાર બદલ નોટીસ ફટકારી આગળની કાર્યવાહી કરવામાં આવશે…

બાબતે નવઘણભાઈ શું કહ્યું…

બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા નવઘણભાઈ મેઘાણી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે પોતે અચાનક બિમાર થતાં આજની ચુંટણીમાં ગેરહાજર રહ્યા હોવાનું જણાવી ડોક્ટરે વધારે વાત કરવાની ના પાડી હોવાનું જણાવી પોતાની વાત પૂરી કરી હતી….

અત્રે ઉલ્લેખનીય છે કે, નવઘણભાઈ મેઘાણી અગાઉ ભાજપમાંથી જીલ્લા પંચાયતમાં ચુટાઇ અને વિઠ્ઠલભાઇ રાદડીયાની આગેવાનીમાં કોંગ્રેસમાં પક્ષપલટો કરી રાજકોટ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યા હતા, તેવી જ રીતે તેમના પુત્ર અશ્વિનભાઈ મેઘાણી પણ તાજેતરમાં જ વાંકાનેર યાર્ડમાં કોંગ્રેસ પેનલમાંથી ચૂંટાઇ અને ભાજપમાં જોડાયા છે, અને હવે પિતા પણ પુનઃ ઈતિહાસ દોહરાવા જઇ રહ્યો હોવાનું લોક ચર્ચામાંથી જાણવા મળી રહ્યું છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!