વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી બે શખ્સોની દેશી દારૂના જથ્થા અને દારૂ બનાવવાની ભઠ્ઠીના સામાન સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી આરોપી વિક્રમ દિનેશભાઇ વીંઝવાડિયા અને શંકર વજાભાઈ સારલાની ઠંડો તથા ગરમ આથો, દેશી દારૂ અને દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 7,350ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!