વાંકાનેર કોર્ટમાં ફરીયાદી રાઘવ કરમશી બાંભવાનાએ વીડી ભોજપરા ગામના પરાસ૨ા ઉસ્માનગની અબુજીભાઈને મીત્રતાના ધોરણે હાથ ઉછીની ૨કમ રૂ. ચાર લાખ આરોપીને આપેલ હોય, જે રકમ પૈકી રૂપીયા બે લાખ ચુકવવા આરોપી ઉસ્માનગનીએ એસ.બી.આઈ. બેન્ક, સિંધાવદર શાખાનો ચેક આપેલ,
જે ચેક ફરીયાદીએ બેન્કમાં વટાવવા નાંખતા વગર ચુકવ્યે ચેક પરત ફરેલ હોય જે બાદ ફરીયાદીએ ઉસ્માનગનીને લીગલ નોટીસ આપી તેની સામે વાંકાનેર કોર્ટમા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી. જે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફ૨માવેલ છે….
આ બનાવની પ્રાપ્ત હકીકત મુજબ ફરિયાદીએ આરોપી ઉસ્માનગની અબુજી પરાસરા (વીડી ભોજપરા)ને મીત્રતાના ધોરણે રૂપીયા ચાર લાખ પુરા હાથ ઉછીના આપેલ હતા અને તે રકમ વસુલ કરતા આરોપી પાસેથી રૂપીયા બે લાખનો ચેક ફરીયાદીએ મેળવી તેની બેન્કમાં જમા કરાવતા આરોપીએ આપેલ ચેક એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે ચેક રીટર્ન થયેલ,
જેથી ફરીયાદીએ આરોપીને નોટીસ આપી વાંકાનેર કોર્ટમાં નેગોયેબલ એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરતા ફરીયાદીએ રજુ કરેલ પુરાવાઓ અને બચાવ પક્ષનો બચાવ અને દલીલો ધ્યાને લઈ તેમજ લીમીટેશન એકટની જોગવાઈ ધ્યાને લઈ ફરીયાદી આરોપી પાસેથી કાયેદસ૨ વસુલવા પાત્ર લેણુ પુરવાર કરી શકેલ ન હોય, જેથી વાંકાનેર કોર્ટના જજશ્રી આત્મદીપ શર્માનાએ કેસના પુરાવાઓ તથા આરોપી ઉસ્માનગની અબુજીભાઈ પરાસરાના બચાવ પક્ષે વકીલ શ્રી સરફરાઝ પ૨ાસ૨ા, શકીલ પીરઝાદા, એ. વાય. શેરસીયાની રજુઆતોને ધ્યાને લઈ આરોપીને નેગોશિયેબલ એકટ કલમ ૧૩૮ના ગુન્હામાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે…
આ કામે ફરીયાદી આરોપીને આપેલ ડીમાન્ટ નોટીસ તેમજ કાયદેસ૨ વસુલવા પાત્ર દેવું પુરવાર કરી શકેલ ન હોય તે ધ્યાને લઈ અદાલતે હુકમ ફરમાવેલ છે, જયારે આરોપી વાંકાનેર તાલુકામાં સારી એવી નામના ધરાવે છે જેથી તેઓની સામેનો આ કેસ એક ચર્ચાનો વિષય બન્યો છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS