અગાઉ મહિકા ગામની સીમમાં વિજ વાયર ચોરી થયા બાદ હવે મેસરીયા ગામની સીમમાંથી વિજ વાયર ચોરાયા, જવાબદાર તંત્ર તરફથી ખેડૂતોને સંપૂર્ણ સહયોગની માંગ….

વાંકાનેર વિસ્તારમાં વિજ વાયરની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેવો ઘાટ સર્જાયો છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. બાબતે થોડા દિવસ અગાઉ મહિકા ગામની સીમમાંથી વિજ વાયરની ચોરી કરવામાં આવી હોય જે બાદ હવે મેસરીયા ગામની સીમમાંથી છ ખેડૂતોના વિજ વાયરની ચોરી કરવામાં આવી છે, જેની જાણ ખેડૂતોએ પોલીસને કરી હોય પરંતુ હજુ સુધી બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાણી ન હોવાનું જાણવા મળ્યું છે…

બનાવની ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના ખેડૂત ભોલાભાઈ હીરાભાઈ પરમાર, માવજીભાઈ દાનાભાઈ ચાવડા, યાકુબભાઈ સાજીદભાઈ શેરસીયા, અનસભાઈ નુરમામદભાઈ શેરસીયા, મામદભાઈ અમીનભાઇ વડાવીયા અને રામભાઈ માનસૂરભાઈ બાબરીયાના ગામની સીમમાં આવેલ ખેતરોમાં વીજ પુરવઠાના વિતરણ માટે લંબાવવામાં આવેલ વીજ વાયરની ગત ગુરુવારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવે છે,

જેમાં થોડા સમય અગાઉ આવી જ રીતે મહિકા ગામની સીમમાંથી પણ પીજીવીસીએલના વિજ વાયરની મોટા જથ્થામાં ચોરી કરવામાં આવી હતી, જે બંને બનાવની જાણ પોલીસ વિભાગને કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જેથી આ બાબતે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે, તાત્કાલિક પોલીસ દ્વારા સીમ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ વધારી તથા બનાવની ફરીયાદ નોંધી અને વાયર ચોર ગેંગને ઝડપથી પકડી પાડવામાં આવે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!