હવે તો પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પણ સુરક્ષિત નથી !, ખેડૂતોએ બે ચોરોને રંગે હાથે ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો….

દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે તો ચોરોએ હદ કરી નાખી છે, જેમાં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં સરપંચની વાડી ખાતે આવેલ 10 Kv નું વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો પ્રયાસ કરતા બે ચોરો રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જેથી બાબતે વિજ કર્મચારી દ્વારા બંને ચોરો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં વાડી ધરાવતા સરપંચ અબુજીભાઈ વલીભાઈ શેરસીયાની વાડીમાંથી 10Kv વિજ ટ્રાન્સફોર્મર આવેલ હોય, જેમાં આરોપી હુસેન બચુભાઇ સુમરા (રહે.જોન્સનગર, મોરબી) અને અલતાફશા ગુલાબશા શાહમદાર (મૂળ રહે.વાલાસણ, હાલ લીલાપર રોડ, મોરબી) રાત્રીના ટી.સીના થાંભલા ઉપર ચડી 10 કિલોવોટનું ટ્રાન્સફોર્મર (કિંમત રૂ. 60,000) ચોરી કરવાના ઈરાદે નીચે ઉતારતા હોય,

ત્યારે જ ત્યાં આજુબાજુના ખેડૂતો આવી જતા બંને ચોરોને રંગે હાથે ઝડપી લીધા હતા. જે બાદ બાબતની જાણ પોલીસ અને જીઇબીને કરતાં વીજ કંપનીના કર્મચારી હિતુલકુમાર હરજીવનભાઈ પટેલ પોતે ફરિયાદી બની બંને ચોરોને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ બનાવમાં બંને ચોરો સામે આઇપીસી કલમ 379, 511, 114 મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!