વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર થોડા દિવસ પહેલા એક કાર ચાલકે હડફેટે લેતા નવ વર્ષની માસૂમ બાળકી ઈજાગ્રસ્ત બની હતી, જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી હતી, જે બાદ આ બનાવમાં બાળકીના પિતાએ કાર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર ગત તા. ૦૫ ના રોજ ત્યાંથી પસાર થતી એક કાર નં. GJ 01 KG 0429ના ચાલકે રસ્તો ઓળંગી રહેલ નવ વર્ષની આંનદી રાજેશભાઇ ઝાલા નામની બાળકીને હડફેટે લેતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જે બાદ હાલ બાળકીના પિતા રાજેશભાઇ ઝાલાએ કાર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!