રાજાવડલા ગામનો માલધારી શખ્સ દોઢ મહિનાથી ગેરકાયદેસર રીતે ખનીજચોરી કરતો’તો, લંકા લુંટાઈ ગયા બાદ ખનીજ તંત્ર જાગ્યું….
વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં છેલ્લા દોઢ મહિનાથી ગેરકાયદેસર રીતે ખનીજચોરી ચાલતી હોય જે બાબતે લંકા લુંટાઈ ગયા બાદ જાગેલા મોરબીના ખાણ ખનીજ વિભાગની દ્વારા બેફામ ખનિજચોરી કરી પર્યાવરણને નુકશાન કરનાર રાજાવડલા ગામના માલધારી શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં છેલ્લા દોઢ મહિનાથી ગેરકાયદેસર રીતે ખનીજચોરી ચાલતી હતી જે બાબતે લંકા લુંટાઈ ગયા હતા જાગેલા મોરબીના ખાણ ખનીજ વિભાગ દ્વારા આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મોરબી ખાણ ખનીજ કચેરીમાં માઇન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મીતેષભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રાજાવડલા ગામ ખાતે રહેતા ખનીજચોર આરોપી પરબતભાઈ નારણભાઈ ગમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે,
જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના આ શખ્સ દ્વારા ગત તા. 3 નવેમ્બર 2022થી લઈતા.17 ડિસેમ્બર દરમિયાન વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં આવેલ સરકારી પડતરની જગ્યામાં સેની કંપનીના પીળા કલરના એસ્કેવેટર મશીન દ્વારા ગેરકાયદેસર રીતે કોઈ પાસ પરમીટ કે લીઝ મંજુરી વગર ખોદકામ કરી 2277.14 મેટ્રિક ટન ખનીજ કિંમત રૂ. 6,83,142ની ચોરી કરી પર્યાવરણીય નુકશાની વળતરની રકમ રૂ.1,77,617 મળી કુલ કિ.રૂ. 8,60,759 ની ખનીજ ચોરી કરી હતી,
જેથી આ મામલે ખનીજચોર આરોપી સામે વાંકાનેર સીટી પોલીસે આઈપીસી કલમ 379 તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ,ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ-1957 ની કલમ-4(1) અને 4(1-એ) તથા 21 ની પેટા કલમ-1 થી 6 તથા જી.એમ.એમ.સી.આર. 2017 ના નિયમો મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1