રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં જ વિદ્યાસહાયકોની ભરતી કરાશે, સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાશે….

0

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા HMAT ભરતી પરીક્ષામાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની શરતી તક આપવા નિર્ણય…

ગુજરાત સરકાર દ્વારા ટુંક સમયમાં જ ખાલી પડેલ 2600 જેટલી જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના માટે ટુંક સમયમાં જ પ્રવેશ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે. બાબતે માહિતી આપતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જિલ્લા ફેર બદલી માટે ૭૭,૯૫૩ જેટલી અરજીઓ પેન્ડીંગ છે.

આ મુદ્દો નામદાર કોર્ટમાં હિયરિંગ ઉપર અંતિમ તબક્કામાં છે અને તેના ચુકાદા બાદ જિલ્લા બદલી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. જિલ્લા ફેર બદલીની અરજીઓ ઉપર નિર્ણય લેવાઈ ગયા બાદ રાજ્યમાં ખાલી રહેતી કુલ ૫,૩૬૦ જગ્યાઓ પૈકી ૨,૬૦૦ જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. બાકી રહેલી જગ્યાઓ ઉપર સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ટેટ પરીક્ષા માટે પ્રક્રિયા હાથ ધરી દેવાનો શિક્ષણ વિભાગનો સંપૂર્ણ પ્રયત્ન છે…

વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં ટેટ-૧ની પરીક્ષા છેલ્લે વર્ષ-૨૦૧૮માં અને ટેટ-૨ની પરીક્ષા ઓગષ્ટ-૨૦૧૭માં લેવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ ભરતીમાં કુલ ૯,૪૮૮ જેટલા ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. છેલ્લા ૪ થી ૫ વર્ષમાં ટેટની પરીક્ષા લેવાઈ ન હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઉમેદવારોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે અને પરીક્ષાની તૈયારી માટે પણ પુરતો સમય આપવામાં આવશે તે મુજબનું રાજય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso