વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલ તળાવ નજીક દરોડો પાડી 228 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલ તળાવ નજીક દરોડો પાડી આરોપી સંજયભાઈ ઉર્ફે ભદુ કાળુભાઇ માનસૂરિયા પાસેથી મેકડોવેલ બ્રાન્ડ વિદેશી દારૂની 204 બોટલ તથા રોયલ ચેલેન્જ બ્રાન્ડ દારૂની 24 બોટલ તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 89,480ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!