વાંકાનેર વિસ્તારમાં ગઇકાલે તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ નજીક આવેલી સીરામીક ફેકટરી દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું….

વાંકાનેરના વઘાસિયા ગામ નજીક આવેલી સોમાણી સેનેટરીવેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં લાઈફ બ્લડ સેન્ટર-રાજકોટના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 201 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા કે. એમ. ભટ્ટ, ડો. ધવલ મોલિયા, કલ્પેશ વાળા, મિલન રાઠોડ, મયુરભાઈ રાઠોડ, ધર્મેશ રાઠોડ, મહેન્દ્ર રાઠોડ સહિતનાએ જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!