વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે આજરોજ વાનગી સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓએ ભણતર ઉ૫રાંતના કૌશલ્ય પાક કલામાં હાથ અજમાવ્યો હતો….

આ કાર્યક્રમ અનુસંધાને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બે દિવસ ૫હેલા જીવનમાં ભારતીય રસોઈનું મહત્વ સમજાવી બાળકોને બે દિવસનો સમય આપી તમામ વિદ્યાર્થીઓએ જાતે વાનગી બનાવીને લઇને આવવાની હતી. જેમાં કેટલાક બાળકોએ બે કે ત્રણ મિત્રોએ સાથે મળીને વાનગી બનાવી હતી તો કેટલાક વિદ્યાર્થીઓએ એકલાએ બે થી વઘારે વાનગીઓ બનાવી હતી….

આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી જે જોતા નિર્ણાયકો અને શિક્ષકો તેમજ જોનાર તમામ ગ્રામજનોના મોંમાં પાણી આવી ગયું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રાતીદેવળીના આચાર્ય રઝીયાબેન હેરંજા અને ડો. પાયલ ભટ્ટએ સેવા આપી હતી. જેમાં અલગ અલગ પાંચ કેટેગરીમાં વિજેતા એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!