વાંકાનેર શહેર નજીક વઘાસિયા ટોલનાકા પાસે આવેલ હોટલ બાબા રામદેવનો ચોકીદાર વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી 70 બોટલ વિદેશી દારૂ તથા 15 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 28,750ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે વાંકાનેર શહેર નજીક આવેલ વધાસીયા ટોલનાકાથી આગળ મેક્ટાઇલ્સ સીરામીકમા જવાના રસ્તાની બાજુમા આવેલ બાબા રામદેવ હોટલના સિક્યુરીટી ગાર્ડ છાની છુપી રીતે વિદેશી દારૂનો વેપલો કરે છે. જેથી પોલીસે સ્થળ પર રેડ કરી હતી…
આ રેઇડ દરમિયાન બાબા રામદેવ હોટેલના પાછળના ભાગે ખરાબાની જમીનમાંથી ભારતિય બનાવટની મેકડોવેલ્સ વ્હિસ્કી બોટલો નં-70, કિ. રૂ. 26,250 તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ-15 કિ.રૂ.1500 મળી આવ્યો હતો જેથી પોલીસે હોટલના ચોકીદાર મદનલાલ નરસીંહરામ મીણા (ઉ.વ.25, રહે. હાલ વધાસીયા ટોલનાકા પાસે, મુળ. પાલી, રાજસ્થાન)ને કુલ મુદામાલ રૂ. 28,750 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર પોલીસની આ કામગીરીમાં પીઆઇ એચ. એન. રાઠોડ, એ.એસ.આઇ. હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કોન્સ ભરતભાઈ આપાભાઇ ખાંભરા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN