વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામ ખાતે રહેતા એક વૃદ્ધની કાયદેસરની માલિકીની જમીન ઉપર તે જ ગામના બે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી અને ફેન્સીંગ વાડ બનાવી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય જેથી વૃદ્ધ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ બંને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળની અરજી કરતાં આ બનવામાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનેલા વૃધ્ધની ફરિયાદ લઈને બે શખ્સોની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જૂના વઘાસિયા ગામ ખાતે રહેતા અને ખેતીકામ કરતા મામદભાઈ મીરાજભાઈ માથાકીય (ઉ.વ. 70)ની વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે સર્વે નંબર ૬૬ પૈકી ૩ માં હેક્ટર ૪-૧૪-૮૦ ની જમીન આવેલી છે જે જમીન પચાવી પાડવાના આશયથી ફરિયાદી મામદભાઈ મીરાજભાઈ માથકિયા અને બસીરભાઈ ફતેભાઈને વઘાસીયા ગામે રહેતા શાંતુભા ખુમાનસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ઉર્ફે પદુભા બળુભા ઝાલા નામના બે શખ્સો દ્વારા વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપીને,
ફરિયાદીની માલિકીની જમીન ઉપર ફેંસિંગ વાળ બનાવી ગેરકાયદેસર કબ્જો જમાવી લેતા વૃદ્ધ દ્વારા બનાવની મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી કરતાં તેના આધરે હાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ ૩, ૪ (૧) (૩) , ૫ (ગ) મુજબ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr