વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ૯૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો અને ૪૦ લીટર દારૂ ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક દરોડામાં ચંદ્રપુર ગામ નજીક માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થતી પીકપ ગાડીમાંથી ૧૦૦ લિટર દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો…

પ્રથમ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામના સ્મશાનની પાછળના ભાગમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી ૪૦ લીટર દેશી દારૂ તેમજ ૯૦૦ લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો અને અન્ય સાધન સામગ્રી તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૯૪૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અજય ઉર્ફે કુકો રૂપાભાઇ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

અન્ય બનાવમાં વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થતી એક શંકાસ્પદ પીકઅપ ગાડીને રોકી પોલીસે તલાશી લેતા તેમાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ગાડી સહિત કુલ રૂ. ૧,૦૨,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી કમલેશ ધીરુભાઈ ઉઘરેજીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!