વાંકાનેર નજીક બનેલ બનાવ, અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ…
વાંકાનેર-મોરબી વચ્ચે રેલવે ટ્રેક ઉપર ઇંટોની કાચી દીવાલ બનાવી અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થતાં બાબતે હોબાળો મચી ગયો છે, જેમાં ગઈકાલે મોડી રાત્રીના મોરબી-વાંકાનેર વચ્ચે પસાર થઇ રહેલ ડેમુ ટ્રેન ઇંટની દીવાલ સાથે અથડાઈ હતી જેમાં અકસ્માત સર્જાયો હતો પરંતુ ટ્રેન ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, જેમાં આ બનાવની જાણ રેલવે પોલીસને કરાતાં રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રીના સમયે વાંકાનેર-મોરબી વચ્ચે ખાલી ડેમુ ટ્રેન પસાર થઇ રહી હોય ત્યારે વાંકાનેર નજીક આવેલા ઓવર બ્રિજ પાસે રેલ્વે ટ્રેક ઉપર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ષડયંત્ર રચી રેલ્વે ટ્રેક પર ઈંટોની ત્રણ ફુટ જેટલી કાચી દિવાલ બનાવી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ડ્રાઈવરે સતર્કતા દાખવી ઈમરજન્સી બ્રેક દબાવી હતી છતાં ટ્રેન કાંચી દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેન ખાલી હોવાથી કોઈ નુક્સાન થયું નહોતું…
બનાવ સમયે સ્થળ પર કોઇ હાજર જોવા ન મળતા બાબતે બનાવની જાણ રેલવે પોલીસને કરવામાં આવી હતી જેથી રેલ્વેના અધિકારીઓ રાત્રે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બનાવ અનુસંધાને રાજકોટ રેલ્વે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે રેલ્વે અધિનીયમ 150-1A મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ રાજકોટ રેલ્વે પી.એસ.આઈ. એન. કે. વ્યાસ ચલાવી રહ્યા છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI