ગુલિસ્તાન-એ-સાદાત કમિટી દ્વારા એસ.એમ.પી. ગ્રુપ-વાંકાનેરના સ્થાપક મોઈન પીરઝાદાનું સન્માન કરાયું….

0

સમગ્ર ગુજરાતના સૈયદ સાદાત પરિવારના સંગઠન દ્વારા એવોર્ડ આપી મોઈન પીરઝાદાનું બહુમાન કરાયું… ગુજરાતના સુરત શહેર ખાતે સમગ્ર ગુજરાતના સૈયદ પરિવારોના સંગઠન એવા ગુલિસ્તાન-એ-સાદાત દ્વારા એક વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેરના સક્રિય સેવાભાવી એસ.એમ.પી. ગ્રૂપના સ્થાપક અને સમાજસેવા સાથે સંકળાયેલા મોઈનએહમદ પીરઝાદાનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું…

અત્રે ઉલ્લેખનીય છે કે એસ.એમ.પી. ગ્રુપ વાંકાનેર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભૂખ્યાઓને ભોજન, ગરીબ બાળકોને શિક્ષણ, વિધવાઓને પેન્શન સહિતના સેવાલક્ષી કાર્યો કરવામાં આવે છે, જેમાં તાજેતરમાં ગ્રુપ દ્વારા યતિમ બાળકો માટે યતિમખાનાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મોઈનએહમદ પીરઝાદાને આ ગુલિસ્તાન-એ-સાદાત કોન્ફરન્સ ખાતે ‘ શાને સાદાત ‘ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI