અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ હાઇવે જકાતનાકે ગેરકાયદેસર રિક્ષા અને ઈકોનો જમાવડો થયાવત…

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ‘ કડક અધિકારી ‘ તરીકેની છાપ ધરાવતા અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ વાંકાનેર શહેરની ટ્રાફિક સમસ્યા જૈસે થે જ રહી છે, જેમાં વાંકાનેર હાઇવે જકાતનાકની વાત કરીએ તો અનેક રજૂઆતો બાદ પણ આજ સુધી વાંકાનેરના કોઈ પણ કડક અધિકારી દ્વારા અહીં માથાભારે રિક્ષા અને ઈકો ચાલકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવતા વાહન પાર્કિંગ અને પેસેન્જર ભરવા બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી….

હાઇવેની ચારે બાજુ રિક્ષા અને ઈકોના જમાવડા વચ્ચે પોલીસ બાઈક ચાલકોની પાવતી ફાડવામાં વ્યસ્ત…

બાબતે વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકે મોરબી તરફ, ચોટીલા તરફ અને વાંકાનેર શહેર તરફ એમ ચારે બાજુના રોડ પર માથાભારે ઈકો અને રિક્ષા ચાલકોનો જમાવડો જોવા મળે છે. આ રિક્ષા અને ઈકો ચાલકો હાઈવેના ચારે બાજુના રોડ પર કબ્જો જમાવી રોડ વચ્ચેથી પેસેન્જરો ભરતા હોય છે, જેના કારણે અહીંથી પસાર થતાં નાગરિકો અને વાહનચાલકોને ભારે તકલીફ પડતાં ટ્રાફિક સમસ્યા ઉદભવે છે, જેના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો બનતા હોય છે…

રોજબરોજ હાઇવે જકાતનાકે થતાં અકસ્માતો પાછળ વાંકાનેર પોલીસ જવાબદાર….

છાસવારે વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકે નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે, જેમાં અત્યાર સુધીમાં અનેક નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે, છતાં પણ વાંકાનેરના જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા આજ સુધી બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી. એસી ઓફિસમાં બેસી કામગીરી કરતા આ પોલીસ અધિકારીઓ કોઈ દિવસ વાંકાનેર શહેરના માર્ગો પર નિકળે તો રોજબરોજ આમ જનતાને પડતી તકલીફો સમજી શકાય….

કાનમાં કહું…: સાહેબની ગાડી છે જવા દો…. પેસેન્જર વાહનોમાં પોલીસ કર્મચારીઓનો ભાગ….

બાબતે ખાનગી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર વિસ્તારમાં રાજકોટ, મોરબી, ચોટીલા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા વાહનોમાં ખાનગી રીતે ઘણાં બધાં પોલીસ કર્મચારીઓનો ભાગ હોય, જેના કારણે બાબતે આજસુધી પોલીસ વિભાગ દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, કારણ કે જો કામગીરી કરવામાં આવે તો ડ્રાઇવર દ્વારા મોટા ભાગે એક જ જવાબ મળે છે, ‘ સાહેબની ગાડી છે, જવા દો….

પત્રકારો ‘ આર યા પાર ‘ ની લડાઈ લડવા તૈયાર….

બાબતે જો હજુ પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પરિણામલક્ષી કામગીરી કરવામાં નહીં આવે તો, આ મુદ્દે વાંકાનેરના તમામ પત્રકારો એક બની, અવાજ ઉઠાવી, ઉચ્ચ અધિકારીને પ્રશ્નમાં સામેલ કરી, રોજ સ્થળ પરથી લાઇવ કવરેજ કરવામાં આવશે અને બાદ પણ સમસ્યાનું સમાધાન નહીં આવે તો મોરબી જિલ્લાના મિડિયા સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી અને રાજ્યસ્તરે આ પ્રશ્ન ને વાચા આપવા તૈયારી દર્શાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!