વાંકાનેર તાલુકાના મહિકા અને ગારીયા ગામ વચ્ચે રોડ પર ઢાળ ચડાવતી વખતે અચાનક ટ્રેક્ટર ઉલળતા ટ્રેક્ટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેક્ટર ચાલકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાકેશભાઇ ગુલાબસિંહ પટેલીયા (ઉ.વ-19, રહે હાલ ગારીયા, મુળ ગામ દુર્ગાપુર મહોલ્લા દુક્કડ, મધ્યપ્રદેશ) નામનો ટ્રેક્ટર ચાલક ગત તા.13 ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના ગારિયા ગામથી મહિકા ગામ તરફ જતા કાચા રસ્તે કબ્રસ્તાન પાસે ગારીયા ગામની સીમમાં પોતાના હવાલા વાળુ ટ્રેકટર GJ 12 DA 1616 તથા ટ્રોલી નં. GJ 12 BV 5102 લઈને પસાર થતા હોય,

જે દરમિયાન રસ્તાનો ઢાળ ચડાવતી વખતે ટ્રેક્ટર ઉલળી અને ટ્રોલી ઉપર આવી જતા ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેક્ટર ચાલકનું મોત થયું હતું. આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!