મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વર્ધમાન હોટેલ નજીક એટ ટ્રકના ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ એક વ્યક્તિને હડફેટે લેતાં તેને શરીરે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં ગંભીર ઈજાને કારણે તેનું મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર ગામની સીમમાં રહેતા કલ્પેશભાઈ શનાભાઈ રાઠોડએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર ટ્રક GJ 12 BV 3727 ના ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા ફરિયાદી કલ્પેશકુમારના સંબધી સંજયકુમાર છત્રસિંહ પરમારને હડફેટે લેતા તેને શરીરે ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું. આ અકસ્માતના બનાવમાં ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકી નાસી ગયો હતો જેથી ફરિયાદીએ તેની સામે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi