ટંકારા તાલુકાનાં ટોળ ગામે એક શખ્સ દ્વારા સરકારી જમીનમાં મકાન અને કૂવો બનાવીને તેમજ રસ્તાને બંધ કરી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં ટંકારા મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલ (ઉ.વ. ૫૫)એ ટોળ ગામના આરોપી ફતેમામદ જીવાભાઇ ગઢવાળા (રહે. ટોળ) સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, છેલ્લા દશેક વર્ષથી આજદીન સુધી ટંકારા તાલુકાનાં ટોળ ગામે આરોપીએ અમરાપર ગામ તથા ટોળ ગામના સીમાડે અમરાપર ગામ સર્વે નં.૧૧૬ વચ્ચેથી પસાર થતો જુનો માર્ગ આવેલ હોય છે,

તે જુના માર્ગ (રસ્તા) ઉપર આશરે ૧૦ વર્ષથી દબાણ કરી રસ્તો બંધ કરી દીધેલ છે તેમજ ટોળ ગામે સરકારી ખરબાની જમીનમાં મકાન તથા કુવો બનાવી ગેરકાયદેસર કબ્જો કરી દબાણ કરેલ છે, જેથી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) એટલે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ આરોપી સામે ગુનો નોંધીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી…

error: Content is protected !!