વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ પોતાના ખેડૂત પાસે ખેડૂતે બાઈક ઊભું રાખ્યું હોય જેમાં ત્યાંથી ટ્રેક્ટર લઈને પસાર થયેલા બે શખ્સોએ આ બાઈક દૂર કરવા બાબતે ખેડૂત પર લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં ભોગ બનેલા ખેડૂતે બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે રહેતા રિયાઝુદ્દીનભાઈ રહીમભાઈ ભોરણિયા (ઉ.વ. ૩૦) એ આરોપી નંદાભાઈ નવઘણભાઈ ભરવાડ અને ભરતભાઈ નવઘણભાઈ (રહે. બંને તીથવા) સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તીથવા ગામની સીમમાં આવેલ પોતાના ખેતર પાસે પોતાનું બાઇક પાર્ક કર્યું હોય,
ત્યારે ત્યાંથી આરોપી નંદાભાઈ અને ભરતભાઈ કડબ ભરેલું ટ્રેકટર લઇને પસાર થઇ રહ્યા હોય જેથી બંનેએ ફરિયાદીને બાઈક લઈ લેવા માટે કહેતા ફરિયાદીએ પાંચ મિનિટમાં બાઇક લઇ લેવા માટે જણાવતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી સાથે માથાકૂટ કરી, ભરતભાઈએ લાકડાના ધોકા વડે તેને ડાબા પગમાં તથા નંદાભાઈએ મુંઢ માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
જેથી આ બનાવમાં ભોગ બનેલા ખેડૂતે બંને શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe