રસ્તામાં બાઇક સાથે ઘેટું અથડાતાં સર્જાયેલી તકરારમાં પાંચ શખ્સોને ઈજાઓ પહોંચી, બંને પક્ષોના મળી કુલ 20 શખ્સો સામે ગુનો નોંધાયો…
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ વાડીના રસ્તા પર બાઇક સાથે ઘેટું અથડાવા જેવી સામાન્ય બાબતમાં બે જુથો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ સર્જાઈ હતી, જેમાં બંને પક્ષોના મળી પાંચ શખ્સોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ બંને પક્ષોએ વાંકાનેર તાલુકા પોલીસમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે રહેતા ફરિયાદી યાકુબભાઈ અલીભાઈ વકાલીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). કાળું નંદા ભરવાડ, ૨). દિનેશભાઇ તેજાભાઇ બાંભવા, ૩). કમલેશભાઈ સાદુળ કુંભા, ૪). હરેશ દેવા, ૫). હીરા વાલા, ૬). રઘુ કેવા ભગુ, ૭). ભરત મશરૂ વરમા, ૮). બાબુ મશરૂ વરમા, અને ૯). કુકો રાણી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને સાહેદો ગઇકાલે ૧૧ વાગ્યાની આસપાસ વાડીએથી પરત ફરતા હોય ત્યારે રસ્તામાં આરોપી કાળું નંદાના ઘેટાં સાથે તેનું બાઇક અથડાતાં બાબતે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તથા સાહેદો પર લાકડી, પાઇપ તથા પથ્થર વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં ચાર શખ્સને ઈજાઓ પહોંચી હતી…
જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી દિનેશભાઇ તેજાભાઇ બાંભવાએ આરોપી ૧). યાકુબ અલીભાઈ વકાલીયા, ૨). ઈસ્માઈલ અલીભાઈ વકાલીયા, ૩). મોઇન ઇસ્માઇલ વકાલીયા, ૪). જાવીદ રસુલ વકાલીયા, ૫). ગુલાબ અલાવદી વકાલીયા, ૬). મહેબૂબ અલાવદી વકાલીયા, ૭). સિરાજ રસુલ વકાલીયા, ૮). રેનીશ હુસેન વકાલીયા,
૯). હનીફ અલાવદી વકાલીયા, ૧૦). નુરા અલાવદી વકાલીયા અને ૧૧). યુનુસ અલાવદી વકાલીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી યાકુબના બાઇક સાથે ફરિયાદીનું ઘેટું અથડાતાં બાબતે આરોપીને ધ્યાનથી બાઇક ચલાવાનુ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ અન્યો સાથે મળી ફરિયાદી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે આ બનાવમાં બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC