વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે જુગારનો દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી, જેમાં પોલીસે ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે શખ્સો નાસી જતાં પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં તીનપતિ રમતા ૧). રાજુભાઇ વાઘજીભાઇ સીતાપરા, ૨). મગનભાઇ કશનભાઇ સાંથલીયા અને ૩). રમેશભાઇ ખીમજીભાઇ મેસરીયાને રોકડ રકમ રૂ. 10,400 સાથે રંગે હાથ ઝડપી લીધા હતા,

જ્યારે આરોપી ૪). સવજીભાઇ બાલાભાઇ કોળી અને ૫). રમેશભાઇ બોઘાભાઇ ભરવાડ પોલીસને જોઈ નાસી જતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!