તિથવા જીલ્લા પંચાયત સીટના મતદારોનો એક અવાજ : લોકો માટે, લોકો સાથે અને લોકો વચ્ચે રહી સેવા કરતા આમ નાગરિક એટલે હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાયું ચુક્યું છે ત્યારે વાંકાનેર વિસ્તારમાં પણ ચુંટણીનો માહોલ જામ્યો છે. આ વચ્ચે વાંકાનેર વિસ્તારની તિથવા જીલ્લા પંચાયત સીટના તમામ મતદારો એક સક્ષમ નેતા જે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી અને પોતાના વિસ્તારના માટે વિકાસના દ્વારા ખોલી શકે તેવા ઉમેદવારની માંગ કરી રહ્યા હતા જે તમામ ખુબીઓને પારખી કોંગ્રેસ પક્ષે આવા જ સક્ષમ લોક નેતા હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીને તિથવા સીટ પર પોતાના ઉમેદવારને પસંદ કરી અને મેદાનમાં ઉતાર્યા છે….

તિથવા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીનું નામ જાહેર થતાં જ આ વિસ્તારના મતદારોમાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર થયો છે. હફીઝાબેન બાદીના પતિ ઈસ્માઈલભાઈ બાદી વર્ષોથી એક લોક સેવક તરીકે ફરજ બજાવી રહ્યા છે જેઓ અગાઉ પાંચદ્વારકા ગામના સરપંચ પદે અને હાલમાં વાંકાનેર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે….

ખુબ નાની ઉમરમાં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને હાલ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા ઈસ્માઈલભાઈ બાદી લોકો વચ્ચે રહેતા હોવાથી તેઓ બહોળી લોકચાહના ધરાવે છે અને તેમના પત્નીને કોંગ્રેસ પક્ષે તિથવા જીલ્લા પંચાયતની ટીકીટ આપતા, હાલ ચુંટણી પ્રચારમાં તેમને બહોળા લોક પ્રતિસાદ મળી રહ્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!