વાંકાનેરની તીથવા જિલ્લા પંચાયત બેઠક પર દિન પ્રતિદિન કોંગ્રેસના પંજાની પકડ મજબૂત બનતી જાય છે. જેમાં આ વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચો, સામાજિક-રાજકીય અગ્રણીઓ, સહકારી આગેવાનો, ખેડૂતો, સર્વ જ્ઞાતીના મતદારોએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. જે જોતા આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીનો વિજય નિશ્ચિત દેખાઇ રહ્યો છે…

કોંગ્રેસના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી તિથવા જીલ્લા પંચાયત વિસ્તારમાં આવતા અમરસર, અરણીટીંબા, પાચંદ્રારકા, તિથવા, પીપળીયા રાજ, વાલાસણ, સીંધાવદર, પ્રતાપગઢ, નવી કલાવડી ગામ ખાતે ડોર ટુ ડોર લોક સંપર્ક કરી રહ્યા છે જેમાં મતદારો ઠેર ઠેર તેમને આવકારી રહ્યાં છે…

કોંગ્રેસના ઉમેદવાર આ વિસ્તારમાં ચુંટણી પ્રચાર સાથોસાથ લોકોના પ્રશ્નો પણ સાંભળી તેને ‘ નોટ ‘ કરી રહ્યા છે અને વિજેતા બન્યા બાદ આ તમામ પ્રશ્નોના નિરાકરણ તેમની પ્રાથમિકતા હશે તેવો મતદારોને વિશ્વાસ અપાવી આ વિસ્તારના વિકાસ માટે પોતાનાથી થતા તમામ પ્રયત્નો કરશે તેવી જાહેરાત કરતા મતદારોએ પણ તેને સહર્ષ સ્વીકારી અને તેનો બદલો ૨૮ ફેબ્રુઆરીએ તેમના તરફી મતદાન કરી કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!