જુમ્માની નમાઝ અદા કરી મુસ્લિમ સમાજના ધર્મગુરૂના હસ્તે નવનિર્મિત મસ્જિદ ખુલ્લી મુકાઇ….
વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે તાજેતરમાં જ મુસ્લિમ સમાજ દ્વારા નવી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કામ પુરૂ થતાં ગઈકાલે શુક્રવારના રોજ આ નવનિર્મિત અલ-મદિના મસ્જીદનો ભવ્ય ઉદ્ઘાટન (જશ્ને ઈફતેતાહ) સમારોહ યોજાયો હતો, જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુસેનબાવા સાહેબના હસ્તે મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરી મસ્જિદ ખુલ્લી મુકવામાં આવી હતી….
આ તકે અલ્હાજ પીર સૈયદ અલીનવાઝબાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સમગ્ર વાંકાનેર તાલુકામાંથી મુસ્લિમ સમાજના લોકોની હાજર સાથે પવિત્ર જુમ્માની નમાઝ અદા કરવામાં આવી હતી, જે બાદ મસ્જિદને લોક ઉપયોગ માટે ખુલ્લી મુકવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1