વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે સરકારી સ્ટાફ ક્વાર્ટરમાં દરોડો પાડી નવ જુગારીઓને રૂ. 34,500ની રોકડ ઝડપી લીધા, એક ફરાર…
વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ ઠીકરીયાળી વીજ સબ સ્ટેશનના સ્ટાફ કવાટર્સમાં જુગારધામ ધમધમતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા સર્વેલન્સ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને રોકડ રકમ રૂ. 34,500 સાથે ઝડપી લીધા હતા જ્યારે જુગારધામનો સંચાલક અન્ય એક આરોપી નાસી છૂટયા હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ભલગામની સીમમાં આવેલ ૬૬ કે.વી. ઠીકરીયાળા સબ સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટરમાં દરોડો પાડી જુગારધામ ઝડપી લીધું હતું….
પોલીસે આ કામગીરી દરમ્યાન આરોપી ૧). ચાપરાજભાઇ જોરૂભાઇ વેગડ અને ૨). મુકેશભાઇ પ્રભુભાઈ સરવૈયાના કબજા વાળા સ્ટાફ ક્વાર્ટસમાં જુગાર રમી રહેલા આરોપી ૩). મયુરસીંહ જટુભા જાડેજા(રહે. વીસીપરા), ૪). ભરતભાઇ બેચરહેરભાઇ જોલાપરા (રહે. શકતીપરા), ૫). મહેશભાઇ કરશનભાઇ ચાવડા (રહે-ધમલપર),
૬). ક્રીપાલસીંહ બાબુભા જાડેજા (રહે. મીલ કોલોની), ૭). દીનેશભાઇ ભગવાનજીભાઇ ધોળકીયા(રહે રેલનગર, રાજકોટ), ૮). પ્રવીણભાઇ ભાણજીભાઇ કુણપરા (રહે. મીલ પ્લોટ), ૯). મયુરભાઇ હેમતભાઇ સોલંકી, (રહે. મીલ પ્લોટ) અને ૧૦). જયેશભાઇ રામભાઇ મઢવી, (રહે. ગારીડા)ને રોકડ રકમ રૂ. 34,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર તાલુકા સર્વેલન્સ પોલીસ ટીમની આ કામગીરીમાં ઈન. પીએસઆઇ પી.જી.પનારા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, કો. હરીચન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા તથા સંજયસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS