વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે ગતરાત્રીના મોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા, ડેપ્યુટી કલેક્ટર શેરસયા, મામલતદાર યુ. વી. કાનાણી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર તથા તાલુકાનાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
આ બેઠકમાં ઉપસ્થિત ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનઓની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે અને આઇ-ખેડૂત પોર્ટલ દ્વારા તાર ફેન્સિંગ યોજના માટે તા. 10 /12/2023 થી મોરબી જિલ્લામાં ઓનલાઇન અરજી ભરવા માટે શરૂ થતી હોય તેના વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ તકે ગામના સરપંચ દ્વારા 21 જેટલા વિકાસલક્ષી કામોનો સૂચનપત્ર જીજ્ઞાસાબેન મેરને સાથે રાખી કલેકટર સાહેબને આપવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV