અજાણ્યા તસ્કરોએ રાત્રીના તરખાટ મચાવ્યો, બે વિજ ટ્રાન્સફોર્મરમાંથી મળી કુલ રૂ. 4.80 લાખના વાયરની ચોરી કરાતાં પોલીસ ફરિયાદ નોંધાઈ…

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનના કંપાઉન્ડમાં મધ્યરાત્રિના અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવતાં ચાલુ વિજ ટ્રાન્સફોર્મરમાંથી 800 કિલો કોપર વાયરની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી-પુરવઠા અને ગટર વ્વસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ગતરાત્રીના અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવતાં ૪૦૦ કેવીના ચાલુ વિજ ટ્રાન્સફોર્મરમાંથી આશરે 500 કીલો કોપર વાયર તથા સ્પેરમાં‌ રાખેલ ૨૫૦ કેવીના વિજ ટ્રાન્સફોર્મરમાંથી આશરે 300 કીલો કોપર વાયર મળી કુલ 800 કીલો કોપર વાયર જેની કિંમત રૂ. 4,80,000 ની ચોરી કરી લઇ‌ જતાં બાબતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કોન્ટ્રાકટર મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણીયાએ અજાણ્યા તસ્કરો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ ૪૫૭, ૪૫૪, ૩૮૦ મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!