ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા છે. જેમાં રાજ્યના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. અમદાવાદમાં પવનના કારણે ઠંડી વધી છે. તેમજ તાપમાનનો પારો હજી વધુ ગગડવાની આગાહી છે. તથા માઉન્ટ આબુમાં ગુરુ શિખર પર તાપમાન 1 ડિગ્રી થયુ છે. જ્યારે ગુજરાતમાં નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે….

ઉલ્લેખનીય છે કે રાજકોટ અને ભૂજમાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા અમદાવાદમા તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજ્યમાં પોષ માસની કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ ધીમી ગતિએ શરૂ થયો છે. આજે ઘણા શહેરોમાં ઠંડી વધી હતી. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જે ગઈકાલ જેટલી જ હતી પરંતુ પવનની ઝડપ રહેવાના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાઈ હતી. ડીસા, વલ્લભવિદ્યાનગર, વલસાડ, ભૂજ, નલિયા, કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહુવામાં ઠંડી વધી હતી…

હવામાન ખાતાએ આગાહીમાં જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ગગડશે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. રાજ્યમાં 24 કલાક દરમિયાન વાતાવરણ સુક્કું રહેશે. ભેજનું પ્રમાણ સવારે 8-30 વાગ્યે 75 ટકા અને સાંજે 5-30 વાગ્યે 41 ટકા નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન14.1 ડિગ્રી જળવાઈ રહ્યું છે. પરંતુ પવનની ગતિ પ્રતિ કલાક 10 કિલોમીટરની રહેતા ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો. હવામાન ખાતાએ આગાહી કરી છે એટલે હવે ઠંડીમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળશે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!