વાંકાનેર શહેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે જાન્યુઆરી-2023 દરમિયાન આઠ દિવસના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોરેનના (વિદેશના) તથા ભારતના મુંબઈ, નાગપુર, પુના, ચેન્નઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ વગેરે જેવા શહેરોમાંથી આંખના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે….

આ કેમ્પમાં ત્રાસી આંખ, બાળમોતિયા સહિત આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે, જેના માટે આગાઉ એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત રહેશે. ત્રાંસી આંખ માટે કોઈપણ ઉંમરના દર્દી નામ નોંધાવી શકશે, જ્યારે બાળમોતીયા માટે અથવા આંખની અન્ય તકલીફ માટે 16 વર્ષ અથવા તેનાથી નાની ઉંમરના બાળકો જ નામ લખાવી શકશે. 17 વર્ષ અથવા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ કે જેમને મોતિયાની તકલીફ અથવા આંખની અન્ય તકલીફ હોય તેવા દર્દીઓ આ કેમ્પમાં લાભ લઇ શકશે નહીં તેમના માટે કેમ્પની તારીખના સિવાયના સમયમાં આંખ બતાવી શકાશે અને મોતિયાના વિના મૂલ્યે ઓપરેશન પણ કરાવી શકાશે. આ કેમ્પમાં ઓપરેશન કરેલા દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે…

આ મેગા કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ નીચે આપેલ નંબર ઉપર આજે તારીખ 01/1/2023 થી 15/1/2023 સુધીમાં ફોન પર સંપર્ક કરી નામ લખાવવાનું રહેશે. આ મેગા કેમ્પ વાંકાનેરની દોશી આંખની હોસ્પિટલ ખાતે તા. 21/01/23, શનિવાર થી 28/01/23, શનિવાર સુધી યોજાશે, જેમાં દર્દીને જે તારીખની એપોઇન્ટમેન્ટ મળે તે તારીખે સવારે 9 થી 12 ની વચ્ચે આંખ બતાવવા આવવાનું રહેશે…

• કેમ્પ વિશેની વિગતો •

તા. 21 થી 28 જાન્યુઆરી
ફોન નં. : 02828 222082
મો. : 94089 39982

• સરનામુ •

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
એન. આર. દોશી આંખની હોસ્પિટલ – વાંકાનેર
નવા બસ સ્ટેશનની બાજુમાં,
વિદ્યાભારતી સ્કૂલની સામે, રાજકોટ રોડ, વાંકાનેર

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!