વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેર નજીક આવેલ થાન ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને ચોરીના બાઈક સાથે ઝડપી લીધો હતો જે બાદ પોલીસે ચોરી થયેલ બાઈક ઉપરાંત અન્ય બે ચોરાયેલ બાઈક પણ આરોપી પાસેથી રીકવર કર્યા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન થાન ચોકડી પાસે શંકાસ્પદ મોટર સાયકલ નં. GJ 03 FS 4743 સાથે એક ઇસમ પસાર થતા આરોપીને રોકી બાઈક અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે ગુજકોપ એપમાં સર્ચ કરતા બાઈકના માલિક ભુપતભાઈ વનાણી હોવાનું અને બાઈક વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી પોલીસે બાઇક ચાલક આરોપી કાળુભાઈ ઉર્ફે રાજુ રવજીભાઈ શાપરા (રહે ગુંદાખડા)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવ બાદ પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે બે દિવસ પૂર્વે વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ અમરધામ પાસેથી બજાજ પ્લેટીના નંબર GJ 10 BH 5181 ની ચોરી તેમજ પંદર દીવસ પહેલા ટીંબાવાળી મેલડી માતાજીના મંદીર પાસેથી એક સ્પેલન્ડર જેના આગળ પાછળ નંબર પ્લોટ તુટેલી હાલતમાં હોય તેની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી,
ઉપરોક્ત જબાઇક રવિભાઈ મનસુખભાઈ અગેયણીયાનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવેલ જેથી પોલીસે આરોપી પાસેથી ત્રણ ચોરાઉ બાઈકની રીકવર કરી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં ઇન. પીઆઈ બી. ડી. જાડેજાની ટીમના જી. પી. ટાપરીયા, હરપાલસિંહ પરમાર, શક્તિસિંહ જાડેજા, અરવિંદભાઈ મકવાણા, પ્રતિપાલસિંહ વાળા સહિતની પોલીસ ટીમ જોડાઈ હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I