વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી તારીખ 08/03/2020 સોમવારથી ટેકાના ભાવે ચણાની સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્રની ઇતિહાસમાં પ્રથમ વખત ફાળવણી કરવામાં આવી છે….
ગત તારીખ 15/02/2020 ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા જિલ્લા કલેકટર સાહેબ મોરબી અને નાયબ જીલ્લા મેનેજર GSCSCL ને લેખિત રજૂઆત કરી વાંકાનેર ખાતે સરકારી ચણા ખરીદી કેન્દ્ર શરૂઆત કરવા માંગણી કરવામાં આવી હતી
જે રજૂઆતને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે સૌપ્રથમ વખત ટેકાના ભાવે ચણાની ખરીદી માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ખાતા દીઠ રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોના 50 મણ ચણાની ખરીદી રૂ. 1020ના ભાવે સરકારી ગાઇડલાઇન મુજબ સરકાર મારફત કરવામાં આવી રહી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL