I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર શહેર અને તાલુકાની અલગ અલગ આંગણવાડી કેન્દ્ર પર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર શહેરમાં બે જગ્યાઓ અને વાંકાનેર તાલુકામાં એક જગ્યા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર શહેરમાં પ્રથમ કાર્યક્રમ મિલપ્લોટની ત્રણેય આંગણવાડીઓનો સંયુક્ત રીતે અને બીજો કાર્યક્રમ કુંભારપરા-આરોગ્યનગર-આંબેડકરનગની આંગણવાડી ખાતે યોજાયો હતો જ્યારે તાલુકા કક્ષાએ દલડી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો….

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમોમાં અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રંગોળી સ્પર્ધા, મેંદી સ્પર્ધા, હેર સ્ટાઈલ સ્પર્ધા, ડાન્સની સ્પર્ધા, અને ખાસ પોષણયુક્ત વાનગી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો…

વાંકાનેર શહેર અને તાલુકા કક્ષાએ યોજાયેલા આ કાર્યક્રમોમાં I.C.D.S. વાંકાનેર ઘટક A અને B ના C.D.P.O. તૃપ્તિબેન કામલીયા અને મયુરીબેન ઉપાધ્યાયની, વાંકાનેર શહેરના સુપરવાઇસર ચાંદનીબેન વૈદ અને R.B.S.K. ના ડો. આશાબેન તથા પૂર્વીબેન, વાંકાનેર નગરપાલિકા વોર્ડ નંબર 2 ના મહિલા કોર્પોરેટર જયશ્રીબેન અને કમળાબેન,

વોર્ડ નંબર 7 ના મહિલા કોર્પોરેટર રીટાબા રાઠોડ ખાસ હાજર રહ્યા હતા. ઉજવણી દરમ્યાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે કેક કાપી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દરેક આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનો એ જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!