હાઇવે પર મોનાલી ચેમ્બરની આજુબાજુની પાંચથી છ દુકાનોના તાડા તુટ્યા, તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ…
થોડા સમય પહેલા મોરબી શહેરની આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં દુકાનોના તાળાં તોડી ચોરી કરવાના બનાવો સામે આવ્યા બાદ હવે વાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવતાં પાંચથી છ દુકાનોના તાડા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા વાંકાનેરના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે….
બનાવની આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરાત્રીના વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલ મોનાલી ચેમ્બરની આજુબાજુની પાંચથી છ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને આઈએમપી મહિન્દ્રા ટ્રેક્ટર, સરદાર ટ્રેક્ટર, ચિરાગ પાન, કમ્બર ટ્રેડિંગ, ઉરૂઝ ગેરેજ સહિત પાંચથી છ દુકાનોના તાડા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચોર દ્વારા દુકાનોમાંથી નાની-મોટી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી….
હાલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ સુધી આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વેપારીઓએ પોલીસને અરજી આપી હોવાની માહિતી મળી રહી છે, જેથી બાબતે વેપારી સુત્રોએ મિડિયા સમક્ષ માંગ કરી હતી કે, બાબતે પોલીસ તંત્ર દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારી અને આ બનાવમાં તસ્કરને પકડી પાડવા માંગ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC