વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા ટંકારા પોલીસ ટીમની સંયુક્ત ટીમે દસ વર્ષની સગીરાને મુક્ત કરાવી…
ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી એક ૧૦ વર્ષની બાળકીનું તેની માસી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોય, જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ટીમ અને ટંકારા પોલીસે ચલાવી હતી, જેમાં પોલીસે મહિલા આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડી ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથકમાં થોડા દિવસ પૂર્વે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદીની ૧૦ વર્ષની દીકરીને આરોપી સોનુબેન ધરમસિંહભાઈ સોલંકી (રહે કોસાડ આવાસ, અમરોલી, સુરત) વાળી અપહરણ કરી લઇ ગઈ હોય, જે બનાવ મામલે ટંકારા પોલીસે ગત તા. ૦૫-૧૦ ના રોજ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી, આ બનાવમાં ટંકારા પોલીસ ટીમ અને વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમે તપાસ ચલાવી હતી, જેમાં ટેકનીકલ માધ્યમ અને હુમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ કરતા આરોપી સુરત હોવાની માહિતી મળી હતી, જેથી ટીમે સુરત ખાતેથી આરોપી સોનુબેન ધરમસિંહભાઈ સોલંકીને ઝડપી પાડી ભોગ બનનાર બાળકીને છોડાવી તેનો કબજો વાલીને સોપવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf